ગુજરાત સરકાર (Gujarat government) દ્વારા ત્રણ મહત્વના નિર્ણયો લેવાયા છે. જેને કારણે ગુજરાતની સાડા છ કરોડની જનતાને ફાયદાકારક બની રહે તેવા આ સમાચાર છે. પત્રકાર પરિષદ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજ્યની વિવધ 16 ચેકપોસ્ટ (Checkpost) નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય પણ લેવાયો છે. વાહનોની સંખ્યા છેલ્લા દસ વર્ષમાં વધી ગઈ છે, જેને કારણે આરટીઓ (RTO) પર કામનું ભારણ વધી ગયું છે. જેને કારણે વાહનચાલકોના કામ અટવાતા હતા. તેથી વાહનચાલકોના હિતમાં આ ત્રણ નિર્ણયો લેવાયા છે. જેમાં હવે વાહનચાલકો ઘરે બેસીને આરટીઓની અનેક પ્રોસેસ કરી શકશે.
0 Comments