ગુજરાતમાં રૂપાણી સરકારે LRD અનામતના પરિપત્રને લઈને મોટી જાહેરાત કરી છે. LRD મામલે સરકારનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. LRD અનામતના 01-08-2018ના પરિપત્ર કેન્સલ કરીને તેમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે તેમાં સુધારો કરી નવો પરિપત્ર કરવામાં આવશે. રાજ્ય સરકારના મંત્રી દિલીપજી ઠાકોરે આ વિશે જણાવ્યું છે કે, LRD અનામતના પરિપત્રમાં સુધારો થશે.
રાજ્યમાં ઘણા સમયથી LRD અનામતને લઈને આંદોલન ચાલી રહ્યા છે. આ બેઠકોને જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો વડે ભરવાના 1 ઓગસ્ટ 2018ના GADના પરિપત્ર સામે રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે. આ પરિપત્રને લીધે LRD ભરતી પ્રક્રિયાથી વિવાદનો મધપૂડો છેડાયો હતો. આ પરિપત્રનો માલધારી, આદિવાસી, મહિલાઓ, OBC, SC અને ST સમાજના ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે ડેપ્યૂટી સીએમ નિતિન પટેલે OBC, ST, SCના આગેવાનો સાથે મળીને મુલાકાત કરી હતી. તમામ આગેવાનો સાથે મુલાકાત કર્યા બાદ સરકારે LRD અનામતના પરિપત્રમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાય સૈદ્ધાંતિક સુધારો પણ પરિપત્રમાં કરાશે. જેની ટૂંક સમયમાં રાજ્યના ગૃહમંત્રી માહિતી આપશે.
OBC, SC અને ST સમાજના ઉમેદવારોની માગણી છે કે, મહિલાઓ માટે અનામત રખાયામાંથી ખાલી રહેલી બેઠકો જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારોથી નહીં પરંતુ અનામત કેટેગરીની મહિલાઓથી ભરવી જોઈએ. કોંગ્રેસના ધારાસભ્યો આંદોલન કરે તે પહેલા જ રાજ્ય સરકારે LRD અનામતના પરિપત્રમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે કોંગ્રેસનો શાસક પક્ષને ઘેરવાનો આગામી પ્લાન ચોપટ થઈ ગયો છે. કોંગ્રેસે આ નિર્ણય પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે બિનઅનામત વર્ગના ઉમેદવારો સાથે અન્યાય કરવાનું કાવતરું ગણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 1 ઓગસ્ટ 2018ના રોજ કરવા GAD દ્વારા કરવામાં આવેલા આ પરિપત્રના મુદ્દા નં. 12 અને 13ની જોગવાઈઓ અંગે હાલ વિવાદ ઉભો થયો છે. આ પરિપત્ર મુજબ, મેરિટના આધારે અનામતવાળી મહિલા પસંદગી પામે તો તેને અનામતના ક્વોટામાં જ ગણવાનો ઉલ્લેખ છે. જેની સામે આ મહિલાઓ આંદોલન પર ઉતરી છે.
Follow us on:
Website -
Facebook :
Twitter :
Sharechat :
Playstore :
Subscribe More News & Updates:
SandeshWeb :
SandeshTV :
0 Comments